Updates from June, 2011 Toggle Comment Threads | Keyboard Shortcuts

 • kanoba 5:57 pm on June 14, 2011 Permalink | Reply  

  પ્રેરણા મૂર્તિ – શ્રી રોટલાવાળા બાપા 

  ફાધર્સ  ડે  ના નિમિત્તે   હું   એક એવી  વ્યક્તિ  ની વાત  કરું  છું  જે  ફક્ત  એમના સંતાનો ના જ  નહી પણ આખા  પોરબંદર  માં  અને આજુ બાજુ ના  ગામડા ઓ માં  રોટલા વાળા  બાપા  તરીકે  ઓળખાય છે . માથે  ટોપી , હાથ માં માળા  અને  સાદા   વસ્ત્રો .  આંખો માં  જિંદગી  નો અનુભવ  અને  ચહેરા ઉપર કરુણા અને સેવા નો આનંદ .આજે  ૨૫  વરસ થી   કાંઈ  પણ બદલા ની  આશા વીના  રોજ સવારે  વહેલા ઉઠી  રસોઈ  બનાવી   પોરબંદર  ના સરકારી  દવાખાના  માં  દર્દી ઓ ને  અને  તેમની સાથે  રહેતી  વ્યક્તિ  નેજમાડે .  જરૂરિયાત  વાળા ને  દવા  ની પણ મદદ કરે . જેનું કોઈ  ન હોય  તેવી  મૃત વ્યક્તિ  ના  અંતિમ સંસ્કાર  પણ જાતે  કરે .  દીલ માં  દયા  નો દરિયો વહે . કોઈ ના પણ માટે  કાંઈ પણમદદ  કરવા  હંમેશા તૈયાર .સેવા નો  ભેખ  ધરી  જીવતા  આ  બાપા  ને   નાના મોટા બધા જ  ઓળખે .   કોઈ ની  પાસે  ક્યારેય ન માંગવું  એ  એમનો  નિયમ . કોઈ પણ  કપરા  સંજોગો માં  એમણે  સેવા છોડી નહી ,ટાઢ , તાપ કે  વરસાદ ની ઋતુ  માં પણ  ખુલ્લા પગે   સેવા કરતા .કંટાળો કે થાક  નું   નામ નહી.દવાખાના  માં  લીમડા ના  ઝાડ  ની ચે  એમની બેઠક .બધા ત્યાં  મળવા આવે .દરેક ની તકલીફ  દુર કરે . થોડા વરસો  પહેલા  એમના જીવન સાથી   શ્રી જી ચરણ  પામ્યા .તે મનો પણ આ સેવા  યજ્ઞ  માં મોટો ફાળો હતો .  એમની  માં ની  સેવા  એમણે  શ્રવણ ની જેમ કરી . એમના બાં  બીમાર થયા , તેમને  દવાખાના માં દાખલ કર્યા ત્યારે  બા ની સેવા કરતા  કરતા  બીજા દર્દીઓ નું  દુઃખ  દર્દ જોયા .એમનું હ્રદય  દુખી  થયું  અને  મન માં  આ ગરીબ  દુખી લોકો ની સેવા  ના બીજ  રોપાયા . થોડા સમય  પછી  એમની બા  ના મૃત્યું પછી   સેવા ની શરૂઆત કરી .   ધીરે  ધીરે   સેવા રૂપી   છોડ   વિકાસ  પામતો ગયો   .ઘણી અડચણો  સહેવા  છતાંયે  હિમ્મત  થી આગળ  વધ્યા . પ્રભુની  પણ આ  સેવા કાર્ય  માં  કૃપા છે .  આજે  એમની આયુ ૮૧  વર્ષ ની છે   .હવે  ઉમર  ના કારણે  થોડી તકલીફ  પડે  એ  સ્વાભાવિક  છે  પણ   હવે  ગામ ના  સેવાભાવી  લોકો  એમના  કામ માં  મદદ કરે છે .પોતાનાં  સંતાનો કે પરિવાર જનો   ને તો સૌ  મદદ  કરે  પણ  પારકા  ને  પણ  પોતાનાં  ગણી વ્હાલ ની  વર્ષા  કરે   એવા આ   સંત  શ્રી રસિકભાઈ  રોટલા વાળા  બાપા  ને   અમારા  કોટી કોટી વંદન.

  તમને લાગશે કે   હું એમને  કેવીરીતે ઓળખું  તો મારે  એ જ કહેવાનું  કે   બધાના  રોટલા વાળા બાપા   અમારા વ્હાલા  બાપુજી  છે .  અમને અમારા  આ બાપુજી ઉપર  ગર્વ  છે .

  ફાધર્સ ડે  ના નિમિત્તે   બાપુજી ને  કોટી કોટી વંદન .

  માતૃ દેવો ભવ .    પિતૃ દેવો ભવ .

  માયા  સુધીર  અને  કાના  ના જય શ્રી કૃષ્ણ.

  Advertisements
   
  • SWEETY 6:21 am on June 19, 2011 Permalink | Reply

   what a great GIFT, hu & amru akhu family Bapuji ne koti koti vandan kari e 6ea, Bapuji & temana pura parivar ne Jay Shree Krishna

   • kanoba 8:36 am on June 19, 2011 Permalink | Reply

    thank you . amara pn tamane bdha ne jay shree krishna.

 • kanoba 5:02 pm on June 5, 2011 Permalink | Reply  

  દીલ કે આઈને મેં 

  દીલ કે આઈને મેં હૈ તસ્વીર તેરી,
  જરા ગરદન ઝુકાઈ ઔર દેખ લીયા.

   
 • kanoba 4:55 pm on June 5, 2011 Permalink | Reply  

  પ્રેમ માં નજરો મળી ને 

  પ્રેમ માં નજરો  મળી ને  વાત કરી  લે  છે ,

  જો મળી જાય  સ્વપ્ન  માં  તો  મુલાકાત  સમજી લે છે .

   
 • kanoba 4:39 pm on June 3, 2011 Permalink | Reply  

  ચીકુ નો હલવો 

  ચીકુ નો હલવો :-  સામગ્રી :-  ચીકુ  ૨   નંગ ,  દૂધ , ખાંડ ૩ થી ૪ ચમચી , ઘી  ૨ ચમચી ,એલાયચી નો પાવડર  ચપટી , કાજુ બદામ પીસ્તા ની કતરણ.

  રીત:-  ચીકુ ની  છાલ ઉતારી  બી કાઢી  તેનો માવો કરો . એક કડાઈ  માં  ઘી  મૂકી  ચીકુ નો માવો  નાંખી

  શેકી  લો . તેમાં  દૂધ  અને  ખાંડ  નાંખો . લચકા  પડતું  થાય  પછી એલાયચી નો પાવડર  નાંખો .પછી

  કાજુ બદામ પીસ્તા ની  કતરણ નાંખી  સજાવો . ગરમ અને  ઠંડો  બંને રીતે  સર્વ  કરી  શકાય .ટેસ્ટી અને

  પૌષ્ટિક  હલવો  નાના  મોટા  બધા જ  ખાઈ શકે .

   
 • kanoba 4:20 pm on June 3, 2011 Permalink | Reply  

  ફરાળી મુઠીયા 

  ફરાળી  મુઠીયા – સામગ્રી –  સિંગનો ભૂકો -૧ કપ , બટેટુ ખમણેલું  અડધો  કપ , વાટેલા  આદુ મરચા ,

  લીંબુ નો રસ , ખાંડ , કોથમીર  અને  જરુર મુજબ  આરા નો લોટ ,  તળવા માટે  તેલ ,મીઠું  સ્વાદ મુજબ .

  રીત :-  બધી સામગ્રી  ભેગી  કરી   નાના  નાના  મુઠીયા  વાળી  તાળી લેવા .ગ્રીન  ચટણી  સાથે  પીરસવા . બટેટા  ના બદલે  દુધી  પણ વાપરી શકાય .

   
c
Compose new post
j
Next post/Next comment
k
Previous post/Previous comment
r
Reply
e
Edit
o
Show/Hide comments
t
Go to top
l
Go to login
h
Show/Hide help
shift + esc
Cancel