Updates from May, 2011 Toggle Comment Threads | Keyboard Shortcuts

 • kanoba 5:41 pm on May 30, 2011 Permalink | Reply  

  કોણ કે’ છે લક્ષ્ય વીંધે કોઇ એવો જણ નથી ? 

  કોણ કે’ છે લક્ષ્ય વીંધે કોઇ એવો જણ નથી ?
  જોઇ લે, આ હાથમાં ગાંડીવ છે, ગોફણ નથી !

  હું તને મારો ગણીને બંદગી કરતો રહું.
  ને ખુદા, તું એમ વરતે છે, કે કંઇ સગપણ નથી ?

  જાન આપો કે ન આપો, આંચકીને લઇ જશે,
  આવશે હકદાર થઇને, મોત કંઇ માગણ નથી !

  અલ્પ જીવનમાં બધીયે કેમ સંતોષી શકાય ?
  બહુ તમન્નાઓ છે દિલમાં, એક બે કે ત્રણ નથી !

  મધ્યદરિયે ડૂબવામાં એ જ તો સંતોષ છે,
  આ તમાશો દેખવા માનવનો મહેરામણ નથી.

  હાલ તું આવા અધૂરા માનવી સરજે છે કાં ?
  વિશ્વકર્મા ! તારું પણ પહેલાં સમું ધોરણ નથી.

  ફાવશે ક્યાં ક્યાં હરીફોની હરીફાઇ, ‘અમીર’ ?
  મારી સમૃધ્ધિનાં કાંઇ એક-બે કારણ નથી !

   

   

   

   

   

   

  Advertisements
   
 • kanoba 5:27 pm on May 30, 2011 Permalink | Reply  

  ટામેટા ની ચટણી 

  સામગ્રી   -૧ મોટું  ટામેટું,  ૪ થી ૫ કળી  લસણ ,  ૧ નાનો  કાંદો,  મીઠું , જીરું ૧ ટીસ્પુન , ૨  લીલા મરચા૧ નાનો ટુકડો  આદુ , કોથમીર અને ફુદીનો .

  બધી સામગ્રી  મિક્સી  માં  વાટી લેવી . ગમે તો થોડી  ખાંડ પણ  નાંખી શકાય .કોઈ પણ ફરસાણ સાથે

  સારી લાગે છે.

   
 • kanoba 11:07 am on May 17, 2011 Permalink | Reply  

  જ્યાં જ્યાં નજર મારી ઠરે 

  જ્યાં જ્યાં  નજર  મારી ઠરે  યાદી  ભરી  ત્યાં  આપની ,

  આંસુ મહી  એ  આંખ થી  યાદી ઝરે  છે  આપની .

  માશૂકો ના  ગાલ ની  લાલી મહી  લાલી  અને,

  જ્યાં જ્યાં  ચમન  જ્યાં જ્યાં   ગુલો ત્યાં  ત્યાં  નિશાની  આપની.

  જોઉં  અહી  ત્યાં  આવતી દરિયાવ  ની મીઠી લહેર ,

  તેની ઉપર  ચાલી રહી  નાજુક સવારી આપની.

  તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યા છે ઝૂમખાં ,

  તે  યાદ આપે  આંખ ને  ગેબી કચેરી  આપની.

  આ ખુન ને  ચરખે અને  રાતે  અમારી ગોદ માં ,

  આ દમ બ દમ  બોલી રહી  ઝીણી  સિતારી આપની.

  આકાશ થી  વર્ષાવતા  છો  ખંજરો  દુશ્મન બધા ,

  યાદી બની ને  ઢાલ ખેંચાઈ  રહી છે  આપની.

  દેખી બુરાઈ  ના ડરું હું  શી  ફિકર  છે  પાપ ની ,

  ધોવા  બુરાઈ ને  બધે  ગંગા  વહે  છે  આપની.

  થાકું  સિતમ થી હોય  જ્યાં  ના  કોઈ ક્યાએ આશ ના ,

  તાજી બની  ત્યાં ત્યાં  ચડે  પેલી શરાબી  આપની.

  જ્યાં  જ્યાં મિલાવે  હાથ યારોં ત્યાં  ત્યાં મિલાવી હાથ ને ,

  અહેસાન માં દીલ ઝૂકતું  રહેમત  ખડી  ત્યાં  આપની.

  રોઉં  ન કાં  એ  રાહ માં એકલો ,?

  આશકો  ના રાહ ની જે રાહદારી આપની .

  ભૂલી જવાતી છોને  બધી  લાખો  કિતાબો  સામટી,

  જોયુ  ન  જોયું  છો બને  જો એક  યાદી આપની.

  કિસ્મત  કરાવે  ભૂલ તે  કરી નાખું બધી ,

  છે  આખરે  તો  એકલી ને  એજ  યાદી આપની.

  • કલાપી
   
 • kanoba 6:53 pm on May 14, 2011 Permalink | Reply  

  રવા નો શીરો વધ્યો હોય તો 

  રવાનો  શીરો વધ્યો  હોય  તો  તેનું  પુરણ  રોટલી માં  ભરી  ઘી  મૂકી શેકી  લો . સ્વાદિષ્ટ  પુરણપોળી તૈયાર .

   
  • SWEETY 2:29 pm on May 16, 2011 Permalink | Reply

   rvano shiro vdhyo hoy to khai jvano….!!!!!

 • kanoba 6:40 pm on May 14, 2011 Permalink | Reply  

  તમો ને મુબારક અમીરી તમારી 

  તમો ને  મુબારક  અમીરી   તમારી  ,

  અમો ને  મુબારક   ફકીરી અમારી .

  તમોને  મુબારક સઘળા  સુખ  વૈભવ ,

  અમો ને  ફકીરી માં  નિરાળો અનુભવ .

  તમોને  મુબારક ગાડી ને  વાડી ,

  અમો ને  વ્હાલી છે ઝુંપડી  અમારી .

  મલશે નહી  તમોને  ઝુંપડી  માં  અમારી,

  મહેલો ની એ  જાહોજલાલી .

  સુખી રહો તમે  સદાયે એ જ શુભેચ્છા અમારી ,

  બને  તો  ભૂલી જજો  પ્રીતડી  અમારી .

  જો  યાદ કદી કરો તો  ,

  કરજો યાદ અમારી  દિલદારી .

  તમો ને મુબારક  અમીરી   તમારી ,

  અમો ને  મુબારક  ફકીરી અમારી.

  • માયા રાયચુરા
   
 • kanoba 6:04 pm on May 12, 2011 Permalink | Reply  

  કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે. 

  કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,
  કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.

  એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,
  તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.

  મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,
  કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.

  ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
  એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.

  વસવું જ હો તો જા જઇ એના જીવનમાં વસ
  તારા જીવનમાં એને વસાવી નહીં શકે.

  આંખો નિરાશ, ચેહરે ઉદાસી, આ શું થયું ?
  જા હમણાં તારો હાલ સુણાવી નહીં શકે.

  અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,
  સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.

  તે વેળા જાણજે હવે તારી નથી જરૂર,
  જ્યારે તને કશું ય સતાવી નહીં શકે.

  ઝાહેદ સહજપણે જરા મારાથી વાત કર
  કરશે અગર દલીલ તો ફાવી નહીં શકે.

  એનો પ્રકાશ આગ નથી તેજ છે ‘મરીઝ’
  આશના દીપ કોઇ બુઝાવી નહીં શકે.

  કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,
  કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.

   
 • kanoba 10:14 am on May 8, 2011 Permalink | Reply  

  મા તે મા બીજા વગડા ના વા . 

  મા   એટલે  મધપૂડો .  એનું વહાલ  પણ  મીઠું  અને  માર  પણ  મીઠો.  મીઠી  નીંદર  નું   સરનામું  એટલે  મા ની ગોદ .મા ની  ગોદ  એટલે  ઠંડી માં હીટર  અને  ગરમી માં એર કુલર .  એનો  પ્રેમ  રૂપી વરસાદ  તો  બારે માસ ભીંજવે .  મા એટલે શિક્ષણ ની  મોબાઈલ  યુનિવર્સીટી .એ એક સાચી  દોસ્ત  પણ હોય છે  સંતાન માટે.બરફ  થી ય  શીતલ એનો સ્પર્શ .અને ફૂલ થી ય કોમલ  એનું હ્રદય . સદા માફી  આપવા માટે તૈયાર .સહનશીલતા  નું બીજું  નામ  એટલે મા . મા  એટલે  સુખો  નું  સરનામું અને  ખુશીયો નો ખજાનો. આજે   મધર્સ  ડે  ના દિવસે મમ્મી   તમને  સાદર  સમર્પણ .તમે  એવી  જગ્યા  એ  છો કે   ત્યાં  કોઈ  ટપાલી  પત્ર પહોંચાડતો   નથી . તમને  ખુબ જ  યાદ  કરું  છું . મારા  હ્રદય  માં તમારી  સંઘરેલી  મીઠી  યાદો ને  વાગોળ્યા  કરું છું.   આઈ મિસ  યુ   મમ્મી .કાં કે

  ‘જનની  ની જોડ  સખી નહી  જડે  રે  લોલ .’

  મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
  એથી મીઠી તે મોરી માત રે
  જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

  પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
  જગથી જૂદેરી એની જાત રે … જનનીની

  અમીની ભરેલ એની આંખડી રે લોલ,
  વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

  હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
  હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

  દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
  શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

  જગનો આધાર એની આંગળી રે લોલ,
  કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

  ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
  પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

  મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
  લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

  ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
  અચળા અચૂક એક માય રે … જનનીની

  ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
  સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

  વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
  માડીનો મેઘ બારે માસ રે … જનનીની

  ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
  એનો નહિ આથમે ઉજાસ રે
  જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

   
 • kanoba 4:13 pm on May 7, 2011 Permalink | Reply  

  અમે ચાર ચકલીઓ 

  અમે  ચાર  ચકલીઓ ,અમે  દાદા  ની દીકરીઓ ,

  અમે  આજ  ભેગા  રમીએ ,  અમે  કાલ ઉડી  જઈએ .

   
 • kanoba 2:04 pm on May 6, 2011 Permalink | Reply  

  ટામેટા ઢોકળી 

  સામગ્રી

  ટામેટા , કાંદા, લસણ,  આદુ, મરચા ,કોથમીર .

  હળદર  ,ધાણાજીરું ,લાલમરચુંપાવડર ,મીઠું ,ખાંડ, ગરમ મસાલો

  રીત

  સૌ પ્રથમ ટામેટા ની ગ્રેવી  બનાવો . એક પેન  માં તેલ ગરમ થાય એટલે  રાઈ જીરા  નો વઘાર  કરી

  હિંગ  નાખી  ,ઝીણા સમારેલા  કાંદા  નાંખી થોડી વાર  સાંતળો .પછી તેમાં  વાટેલા લસણ ,આદુ મરચા નાંખી  સાંતળો .પાછી તેમાં ટામેટા  ની ગ્રેવી  નાંખી  ઉકાળો . પછી તેમાં  ઘઉંના લોટ  ની  મસાલો  નાંખી  લોટ  બાંધી  નાની નાની  ઢોકળી બનાવી  ગ્રેવી માં નાંખો .થોડીવાર  ચડવા.દો  બધા  મસાલા નાંખો.  ચડી જાય  પછી ખાંડ નાંખો .કોથમીર  નાંખી  ગરમ ગરમ પીરસો .

   
 • kanoba 10:54 am on May 4, 2011 Permalink | Reply  

  હું હાથ ફેલાવું 

  હું   હાથ   ફેલાવું   તો  તારી  ખુદાઈ  દુર  નથી,

  પણ હું  માંગું  ને  તું  દે  એ  વાત  મને  મંજુર  નથી.

   
c
Compose new post
j
Next post/Next comment
k
Previous post/Previous comment
r
Reply
e
Edit
o
Show/Hide comments
t
Go to top
l
Go to login
h
Show/Hide help
shift + esc
Cancel