Recent Updates Page 2 Toggle Comment Threads | Keyboard Shortcuts

 • kanoba 4:10 pm on August 10, 2011 Permalink | Reply  

  મન 

  મન  હોય તો માળવે જવાય .

  Advertisements
   
 • kanoba 1:54 pm on August 9, 2011 Permalink | Reply  

  શાયરી 

  તેરે  દર પે આ ગયે હૈ , અબ કિધર જાએંગે ,

  જબ તેરે હો ગયે તો ક્યા ગૈર કે કહલાયેગે .

   
 • kanoba 1:50 pm on August 9, 2011 Permalink | Reply  

  શાયરી 

  જિધર દેખો ઈશ્ક કે બીમાર બેઠે હૈ ,

  મર ગયે હજારો  લાખો  તૈયાર બેઠે હૈ .

   
 • kanoba 11:54 am on August 1, 2011 Permalink | Reply  

  કહેવત 

  શ્રાવણમાં ખાય કાકડી ને ભાદરવા માં છાસ ,

  તાવ સંદેશો મોકલે  આજ આવું કે કાલ .

   
 • kanoba 11:49 am on August 1, 2011 Permalink | Reply  

  કહેવત 

  હું  મગ નો દાણો , મારે માથે ચાંદુ,

  બે ચાર મહિના ખાય  તો માણસ ઉઠાડું માંદુ .

   
 • kanoba 5:31 pm on July 30, 2011 Permalink | Reply  

  દોસ્તી 

  મારી દોસ્તી અનોખી ને મારા દોસ્ત પણ અનોખા ,

  કહેવાય સહુ વૃક્ષ પણ ફલ ફૂલ પાન બધાના નોખા નોખા ,

  દરેક ના ખીલવા ના અંદાજ નોખા નોખા ,

  પણ આપે સહુ ને આનંદ  એક સરખા .

  મેં તો દોસ્તી કરી મારા  આંગણ માં ખીલેલા  વૃક્ષો સાથે . મારા એ મિત્રો  મને ખુબ જ વ્હાલા છે .મને  એની ડાળીઓ નું  હવા ની લહર સાથે  આમતેમ  ઝુમવું એ જોવું ગમે . એક સારા મિત્ર ની જેમ જ મને  એમનો  સથવારો છે .એમને જોતાં જ ઉદાસ  મન ફરી પાછુ  આનંદિત થઈ જાય . એમનો કોમળ સ્પર્શ  અને ભીનાશ  મને પણ આદ્ર બનાવી દે . એમને પાણી પાતાકેટલીયે વાતો કરી લઈએ. મન પ્રસન્ન થઈ જાય.પાન  પીળું ખરી પડે તો દુઃખ થાય અને  નવી કુંપળ ફૂટે તો અનહદ આનંદ થાય .એ ખીલે તો હું પણ ખીલુ અને  એ મુરઝાય તો હું પણ મુરઝાઉ .એમને  ગમે તવા વિપરીત સમય માં પણ અડીખમ ઉભેલ જોઈ મને જીવનમાં ઘણું શીખવાનું મળે .એમની પરોપકારિતા મને આકર્ષે છે ઘટાદાર  વૃક્ષ ની બખોલ માં  માળા બાંધતા પંખી , ફૂલો નો પમરાટ અને ભમરાનો ગુંજારવ ,કોયલ ના મીઠા ટહુકા રોજ સાંભળી પલ્લવિત થઈ જાઉં .બોલો ,કોને આવા દોસ્ત ના ગમે ?ઠંડી તડકો વરસાદ સઘળું સહન  કરે  પણ બીજા ને શીતળતા અને આનંદ આપે .અરે પત્થરમારે  તેને પણ ફળ આપે  એવા મારા દોસ્તો જેવા બીજા દોસ્ત મળે ખરા ?વિચારજો અને જો તમને પણ મન થાય તો મારી જેમ આવા દોસ્ત બનાવી લેજો .એતો બહુ ભલા છે તરતજ દોસ્ત બની જશે . તો હવે એડ કરી દો તમારા જીવન  માં આ દોસ્તો ને અને ગેરંટી મારી કન્ફર્મેશન તરતજ મળી જશે .કા કે  એપણ  આપની દોસ્તી માટે તડપે છે .તો  બધાને હેપી ફ્રેન્ડશીપ ડે.આજના દિવસે આ સરસ કાવ્ય કેમ ભુલાય .

  મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયા માં વહ્યા કરે ,

  શુભ થાઓ આ સકળ વિશ્વ નું એવી ભાવના નિત્ય રહે .

  ગુણ થી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે ,

  એ સંતો ના ચરણ કમળ માં મુજ જીવન નું અર્ધ્ય રહે .

  માર્ગભૂલેલા  જીવન  પથિક ને  માર્ગ ચિંધવા ઉભો રહું ,

  કરે ઉપેક્ષા એ મારગ ની તો એ સમતા ચિત્ત ધરું .

   

   

   
 • kanoba 5:49 pm on July 29, 2011 Permalink | Reply  

  પ્રેમ 

  પ્રેમ ને દોલત થી  ખરીદી  શકાતો  નથી ,

  પ્રેમ ને  કોઈ પણ ત્રાજવે તોલી શકાતો નથી ,

  પ્રેમ અને  પૈસા  બંને જરૂરી છે  જીવવા માટે ,

  એક નો પણ અભાવ હોય  જીવન  માં તો ,

  જીવન  લાગે છે વન જેવું .

   
 • kanoba 5:35 pm on July 29, 2011 Permalink | Reply  

  શાયરી 

  દોસ્ત હોય તો  કૃષ્ણ  સુદામા જેવા ,

  ભક્ત હોય તો  શબરી જેવા ,

  પ્રેમ હોય તો  રાધા જેવો , અને

  ભગવાન તો બસ  મારા લાડકા કૃષ્ણ જેવો .

   
 • kanoba 5:25 pm on July 29, 2011 Permalink | Reply  

  શાયરી 

  જીવન માં એવો સમય પણ ક્યારેક આવે છે ,

  જયારે  સંબંધો પણ બોજ લાગે  છે ,

  આશ્વાસન  ના શબ્દો પણ તીર ની જેમ વાગે છે ,

  અરે ! બીજું તો શું ,પ્રેમ નો પણ હ્રદય ને ભાર લાગે છે .

   
 • kanoba 12:46 pm on July 28, 2011 Permalink | Reply  

  શાયરી 

  દીકરો  મારો લાજવાબ ,

  જાણે રણમાં ખીલ્યું ગુલાબ ,

  રુઆબ જાણે મોટો નવાબ ,

  દરેક પ્રશ્ન નો દે એ હાજર જવાબ .

   
  • kartik 2:04 pm on July 29, 2011 Permalink | Reply

   દીકરો માં બાપ પર જ જાય .

c
Compose new post
j
Next post/Next comment
k
Previous post/Previous comment
r
Reply
e
Edit
o
Show/Hide comments
t
Go to top
l
Go to login
h
Show/Hide help
shift + esc
Cancel