Updates from August, 2011 Toggle Comment Threads | Keyboard Shortcuts

  • kanoba 1:23 pm on August 18, 2011 Permalink | Reply  

    ઇન્સ્ટન્ટ મીઠાઈ 

    કોપરા ના લાડુ

    સામગ્રી  : – ૧ કપ સુકા કોપરા નું  ખમણ , ૨ થી ૩  ટે સ્પુન  બુરું ખાંડ , ચપટી  ઈલાયચી નો પાવડર , ૨ ટી સ્પુન દૂધ  અને રોઝ  એસન્સ  ૨ થી ૩  ટીપા . સજાવટ માટે ગુલાબ ની પાંદડી .

    રીત : – સો પ્રથમ એક બાઉલ માં કોપરા નું ખમણ , બુરું ખાંડ  અને દૂધ મિક્ષ્ કરો . પછી તેમાં ઈલાયચી નો પાવડર અને રોઝ એસન્સ ના ૨ થી ૩  ટીપા નાંખી  ઘી વાળો હાથ કરી  નાનાનાના લાડુ વાળો .ગુલાબ ની પાંદડી થી સજાવો .થોડી વાર માટે  ફ્રીઝ માં મુકો . સુકામેવા નો ઉપયોગ પણ કરી શકાય . સુકામેવા નો પાવડર કરી  અંદર પણ નાંખી શકાય અને ઉપર  સજાવટ પણ કરી શકાય . અચાનક ગેસ્ટ આવે ત્યારે  તરત જ બનાવી પીરસી શકાય . ચોકલેટ  ચીપ્સ થી   પણ  સજાવી શકાય .

    Advertisements
     
  • kanoba 12:59 pm on July 24, 2011 Permalink | Reply  

    ગ્રીન દાળ 

    ગ્રીન દાળ

    સામગ્રી :  ૧ વાટકી  મગ ની ફોતરા વાળી  દાળ ,  પાલક ના  ૫ થી ૬  પાન , સુવા ની ભાજી ૧/૨  કપ , લીલું લસણ  ૨ ચમચી , ટામેટા – ૧ નંગ , લીલી ડુંગળી  પાન સાથે  ૧/૨  કપ  , આદુ મરચા ની પેસ્ટ  ૨ ચમચી , કોથમીર   સજાવટ માટે ,  મીઠું  સ્વાદ  મુજબ , વઘાર માટે  રાઈ  જીરુ  હિંગ  મીઠો લીમડો .

    રીત : –  સૌ  પ્રથમ  મગની  દાળ કુકર  માં  પાલક ના પાન  અને  સુવા ની ભાજી  નાંખી બાફી લો .બફાઈ જાય  પછી  એક વાસણ માં  તેલ ગરમ કરી  રાઈ જીરા નો અને હિંગ  નો વઘાર  કરી બાફેલી  દાળ નાંખો  . મીઠો લીમડો  પણ વઘાર માં  નાંખો .  વાટેલા  આદુ મરચા   લસણ , ડુંગળી   મીઠું , ટામેટું   અને  થોડું પાણી નાંખી  દાળ ને  ઉકળવા દો . હળદર  મરચું  , ધાણાજીરું નાંખો .  વધારે  સ્પાયસી   ગમે તો  ૧ ચમચી ગરમ મસાલો  પણ નાંખી શકાય .  લીલા  લસણ ડુંગળી ને બદલે  સુકા  પણ વાપરી શકાય . પીરસતી  વખતે  કોથમીર  નાંખી સર્વ કરો  .રોટી  પરાઠા  કે  રાઈસ  સાથે  ખુબ સરસ  લાગે  છે  .

     
  • kanoba 10:21 am on July 12, 2011 Permalink | Reply  

    ફરાળી ભજીયા 

    ફરાળી ભજીયા

    સામગ્રી :  ૧ કપ રાજગરા નો લોટ ,  ૩ થી ૪  ચમચી  દહીં ,  વાટેલા આદુ મરચા  ૨  ચમચી , આખુ જીરુ  નાની  ૧/૨  ચમચી , મીઠું  સ્વાદ  મુજબ , કોથમીર  થોડી , તળવા માટે તેલ .

    રીત  : –  તેલ સીવાય ની બધી સામગ્રી  મિક્સ કરો . જરૂર  મુજબ પાણી નાંખી  ખીરું  બનાવો  તેલ ગરમ કરો  . તેલ ગરમ થાય એટલે  ખીરા માંથી  નાના નાના  ભજીયા તેલ માં  મુકો . લાલ રંગ  ના  ભજીયા  થાય  એટલે  કાઢી લો . ગ્રીન ચટણી અથવા  ચા  સાથે  ગરમાગરમ ભજીયાની મઝા  માણો.

     
  • kanoba 4:39 pm on June 3, 2011 Permalink | Reply  

    ચીકુ નો હલવો 

    ચીકુ નો હલવો :-  સામગ્રી :-  ચીકુ  ૨   નંગ ,  દૂધ , ખાંડ ૩ થી ૪ ચમચી , ઘી  ૨ ચમચી ,એલાયચી નો પાવડર  ચપટી , કાજુ બદામ પીસ્તા ની કતરણ.

    રીત:-  ચીકુ ની  છાલ ઉતારી  બી કાઢી  તેનો માવો કરો . એક કડાઈ  માં  ઘી  મૂકી  ચીકુ નો માવો  નાંખી

    શેકી  લો . તેમાં  દૂધ  અને  ખાંડ  નાંખો . લચકા  પડતું  થાય  પછી એલાયચી નો પાવડર  નાંખો .પછી

    કાજુ બદામ પીસ્તા ની  કતરણ નાંખી  સજાવો . ગરમ અને  ઠંડો  બંને રીતે  સર્વ  કરી  શકાય .ટેસ્ટી અને

    પૌષ્ટિક  હલવો  નાના  મોટા  બધા જ  ખાઈ શકે .

     
  • kanoba 4:20 pm on June 3, 2011 Permalink | Reply  

    ફરાળી મુઠીયા 

    ફરાળી  મુઠીયા – સામગ્રી –  સિંગનો ભૂકો -૧ કપ , બટેટુ ખમણેલું  અડધો  કપ , વાટેલા  આદુ મરચા ,

    લીંબુ નો રસ , ખાંડ , કોથમીર  અને  જરુર મુજબ  આરા નો લોટ ,  તળવા માટે  તેલ ,મીઠું  સ્વાદ મુજબ .

    રીત :-  બધી સામગ્રી  ભેગી  કરી   નાના  નાના  મુઠીયા  વાળી  તાળી લેવા .ગ્રીન  ચટણી  સાથે  પીરસવા . બટેટા  ના બદલે  દુધી  પણ વાપરી શકાય .

     
  • kanoba 5:27 pm on May 30, 2011 Permalink | Reply  

    ટામેટા ની ચટણી 

    સામગ્રી   -૧ મોટું  ટામેટું,  ૪ થી ૫ કળી  લસણ ,  ૧ નાનો  કાંદો,  મીઠું , જીરું ૧ ટીસ્પુન , ૨  લીલા મરચા૧ નાનો ટુકડો  આદુ , કોથમીર અને ફુદીનો .

    બધી સામગ્રી  મિક્સી  માં  વાટી લેવી . ગમે તો થોડી  ખાંડ પણ  નાંખી શકાય .કોઈ પણ ફરસાણ સાથે

    સારી લાગે છે.

     
  • kanoba 2:04 pm on May 6, 2011 Permalink | Reply  

    ટામેટા ઢોકળી 

    સામગ્રી

    ટામેટા , કાંદા, લસણ,  આદુ, મરચા ,કોથમીર .

    હળદર  ,ધાણાજીરું ,લાલમરચુંપાવડર ,મીઠું ,ખાંડ, ગરમ મસાલો

    રીત

    સૌ પ્રથમ ટામેટા ની ગ્રેવી  બનાવો . એક પેન  માં તેલ ગરમ થાય એટલે  રાઈ જીરા  નો વઘાર  કરી

    હિંગ  નાખી  ,ઝીણા સમારેલા  કાંદા  નાંખી થોડી વાર  સાંતળો .પછી તેમાં  વાટેલા લસણ ,આદુ મરચા નાંખી  સાંતળો .પાછી તેમાં ટામેટા  ની ગ્રેવી  નાંખી  ઉકાળો . પછી તેમાં  ઘઉંના લોટ  ની  મસાલો  નાંખી  લોટ  બાંધી  નાની નાની  ઢોકળી બનાવી  ગ્રેવી માં નાંખો .થોડીવાર  ચડવા.દો  બધા  મસાલા નાંખો.  ચડી જાય  પછી ખાંડ નાંખો .કોથમીર  નાંખી  ગરમ ગરમ પીરસો .

     
c
Compose new post
j
Next post/Next comment
k
Previous post/Previous comment
r
Reply
e
Edit
o
Show/Hide comments
t
Go to top
l
Go to login
h
Show/Hide help
shift + esc
Cancel